સદિશોના વિભાજનનો અર્થ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિ $(a)$ માં $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ સમતલીય અને અસમાંતર સદિશો છે.

આપણે $\overrightarrow{ R }$ નું $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ માં વિભાજન કરવું છે.

ધારો કે, સદિશ $\overrightarrow{ OQ }$ એ સદિશ $\overrightarrow{ R }$ ને દર્શાવે છે.

આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે $O$ માંથી પસાર થતી અને $\overrightarrow{ A }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો તથા $Q$ માંથી પસાર થતી અને $\overrightarrow{ B }$ ને સમાંતર હોય તેવી રેખા દોરો. આ રેખાઓ $P$ બિંદુમાં છેદે છે.

સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે,

$\overrightarrow{ OQ }=\overrightarrow{ OP }+\overrightarrow{PQ}$

અહીં $\overrightarrow{ OP } \| \overrightarrow{ A }$ છે.

$\therefore \overrightarrow{ OP }=\lambda \overrightarrow{ A }$

અને $\overrightarrow{ PQ } \| \overrightarrow{ B }$ છે.

$\therefore \overrightarrow{ PQ }=\mu \overrightarrow{ B }$ ( અ્હી , $\lambda$ અને $\mu$ અદિશો છે.)

$\therefore \overrightarrow{ R }=\lambda \overrightarrow{ A }+\mu \overrightarrow{ B }$

અથવા

$\overrightarrow{ R }$$=$$(\overrightarrow{ R }$ નો $\overrightarrow{ A }$ ના દિશાનો ધટક $)$$+$($\overrightarrow{R}$ નો $\overrightarrow{ B }$ ની દિશાનો ઘટક $)$

Similar Questions

સમક્ષિતિજથી $ 60^°$ ના ખૂણે બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40\, N$ હોય તો શિરોલંબ ઘટકની ગણતરી ......$N$ થાય છે.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $P$ આગળ ચાર બળો લાગે છે બળ $F _1$ અને $F _2$ નો ગુણોત્તર $1: x$ હોય તો $x=........$ થશે.

  • [JEE MAIN 2022]

જ્યારે સદિશનું અવકાશમાં વિભાજન કરવામાં આવે ત્યારે યામ સમતલમાં મહત્તમ ઘટકોની સંખ્યા કેટલી હશે ?

$x-y$ સમતલમાં એક સદિશ $y-$અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. સદિશના $y$-ધટકનું મૂલ્ય $2 \sqrt{3}$ છે. સદિશના $x$ ધટકનું મૂલ્ય

  • [JEE MAIN 2023]

$4$ ના મૂલ્યનો સ્થાનાંતર સદીશ $x$ -અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. $x-y$ સમતલમાં તેનો લંબઘટકો શું હશે ?